(તમે વાંચ્યું.... કેશવ વિચારવા લાગ્યો કે શું એ ત્રિકાળ જ્ઞાની હશે? ભૂતકાળ અને ભવિષ્યને જાણનારા હશે?આ ઘનઘોર જંગલમાં શું કરતા હશે? કેવી રીતે રહેતા હશે ?) હવે આગળ વાંચો...... મહાત્મા જમવાનો પ્રબંધ કરવા ગયા.અને કેશવ ને આશ્ચર્યમાં નાખતા ગયા. કેશવ ઝૂંપડીની પછીતે જઈને મહાત્માએ રાખેલા ગરમ પાણીથી ખંખોળીયુ ખાઈને પાછો ઝૂંપડીમાં આવીને. પોતાની પથારીમાં બેઠો. અને બેઠા બેઠા. મહાત્માના વ્યક્તિત્વ વિશે એ વિચારવા લાગ્યો હતો કે આ બાપુએ મારુ નામ અને મારુ કામ કઈ રીતે જાણ્યા હશે?. શુ એ ખરેખર ત્રિકાળ જ્ઞાની હશે?. ત્યાં મહાત્મા એક થાળીમાં પુરી અને બટાકાનું શાક લઈને કેશવની પાસે આવ્યા. અને મમતાળુ સ્વરે બોલ્યા. "