કર્તવ્યનિષ્ઠા કોઈ નાનકડા ગામની કલ્પના કરીએ તો તરત મનમાં એક રૂપાળા ગામની યાદ આવી જાય. કારણ આ એવું નાનકડું ગામ કે જયાં પાદરમાં નદી વહી જતી હોય. નદીનાં કોતરોમાં કાયમ લીલી હરિયાળી લહેરાતી હોય અને હરિયાળીમાં ઊગેલાં ઝાડો પર કેરી, આંબલી કે કોઠાની ઉજાણી કરતા હોય. ગામના છોકરાઓ હરિયાળીમાં ઉગેલા ઝાડ પર ચઢી કેરી આમલી કે કોઠા ની ઉજવણી કરતા હોય ગામની પનિહારીઓ માથે હેલ લઇને રૂમઝૂમ કરતી નદીએ પાણી ભરવા કે કપડાં- વાસણ કરવા આવતી હોય. પોતાની ગાગરોને નદીની રેતથી ચમકાવીને માથે પાણીની ગાગરો માથે લઈને હારબંધ ગામમાં પાછી જતી હોય. આ આહલકતા એક નહીં બધા ગામોની હોય