ભારત દેશ એક એવો વિશ્વની એક નંબરની લોકશાહી ધરાવતો દેશ છે. બીજા બધા દેશોને બાદ કરતાં ભારત જ એક એવો દેશ છે કે, આ દેશમાં સર્વ જ્ઞાતિ ના લોકો ભાઇચારાથી એકબીજાની જ્ઞાતિના તહેવારોની ઉજવણી કરતાં હોય છે. તેમાં પણ અંગ્રેજી માસ જો ગણીએ તો લગભગ જુલાઇ થી નવેમ્બર અને ગુજરાતી માસ જો ગણીએ તો શ્રાવણ માસથી લઇને કારતક માસ સુધીના મહીના એટલે અનેક ઉત્સવોના મેળાવડા કહીએ તો પણ ચાલે. આ દરમિયાન ગુજરાત માં તો તહેવારોની રમઝટ ચાલતી હોય અને તેમાં પણ ગુજરાતીઓ તો પાછા આમેય ઉત્સવ પ્રિય એટલે તે મન ભરીને તહેવારોને માણે એમાં કોઇ બેમત ના હોય. ગુજરાતમાં તો