પાંચેક વાગતા બધો માલ કેડી વગો થયો હતો. માલને નેહડાને રસ્તે હાકલીને ગોવાળિયા આગળ પાછળ ચાલ્યા આવતા હતા. બે ગોવાળ માલના ધણની આગળ ચાલે, જ્યારે એકાદ બે ગોવાળ માલની લાંબી લાઈનની વચ્ચેના ભાગમાં ચાલે, બાકીના ગોવાળ માલની પાછળ વાતો કરતા કરતા ધીમી ગતિએ ચાલ્યા આવતા હોય. આમ તો માલ ઢોરમાં ભેંસોનું ખાડું સાથે હોય એટલે બહુ બીક જેવું રહેતું નથી. ભેંસોને હાવજની ગંધ તરત આવી જતી હોય છે. હાવજની ગંધ આવે એટલે ભેંસો તરત સાવધાન થઈ જાય છે. અને ચકળ વકળ ડોળા કરી, હવામાં ઊંચા ડોકા કરી ફૂફાડા મારવા લાગે છે. માલઢોર જંગલમાં ચરવા જાય ત્યારે જો કોઈ જગ્યાએ કે