પ્રકરણ-૪ (કિસ્મતના ખેલ) અનામિકાની શાળામાં એના ક્લાસમાં આજે નવા છોકરાનું આગમન થયું હતું. વર્ગશિક્ષકે એ બાળકનો પરિચય આપતાં કહ્યું, "વિદ્યાર્થીમિત્રો! આ મેહુલ છે. આજથી એ પણ તમારા બધાંની જોડે જ આ સ્કૂલમાં અને તમારા ક્લાસમાં જ ભણવાનો છે. ચાલો બાળકો તો આપણે મેહુલનું તાળીઓથી સ્વાગત કરીએ." શિક્ષકની આ વાત સાંભળતાં જ આખો કલાસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધાં બાળકોએ મેહુલનું સ્વાગત કર્યું. મેહુલ હવે જે ડેસ્ક ખાલી હતી ત્યાં આવીને બેઠો. અનામિકા બે ઘડી એની સામે જોઈ રહી અને પછી ભણવામાં પોતાનું ધ્યાન પરોવવા લાગી. શિક્ષક ભણાવી રહ્યાં હતાં પણ મેહુલને હજુ બહુ સમજમાં આવી નહોતું રહ્યું. ***** બેંકમાં આજે