અમૃત મહોત્સવ ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- પ્રજાસતાક દિન પર્વ સામે છે. અને તેમાંય રાષ્ટ્ર જ્યારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘‘અમૃતમહોત્સવ’’ ની ઉજવણી કરી રહેલ છે. આવા અતિ મહત્વના દિવસે આપણે જે દેશમાં જન્મ લીધેલ છે, એ દેશને અંગ્રેજોની ગુલામીના શાસનમાંથી મુકત કરાવવા માટે આઝાદીના ઘડવૈયા બની જેઓએ પોતાના જાનની કે જીવનની કુરબાની દેશને અર્પણ કરેલ છે તેવા સૌ નામી અનામી તમામ આઝાદીના ઘડવૈયાઓને કોટી કોટી વંદન કરવા ઘટે. ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરત જીલ્લાની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. અંગ્રેજ સરકાર સમયમાં તેમના પિતા જ્યુડીસીલી કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા હતા તેમની પુત્રી ઉષા મહેતા કે જેમણે