વસુધા - વસુમાં - પ્રકરણ -52

(67)
  • 4.9k
  • 2
  • 2.4k

વસુધા - વસુમાં પ્રકરણ -52            પ્રવિણભાઇ ગુમાસ્તાનાં ગયાં પછી એનાં સસરા ગુણવંતભાઈનાં પગ પાસે વસુધા આવીને બેસી ગઈ અને એમનો પીતાંબર પૂછતો હોય એમ એમની સામે જોઈને બોલી ‘પાપા તમે શેર મારાં નામે કેમ કરાવ્યાં ? એમનાં અને તમારાં, મમ્મી બધાંજ શેર ? કેમ ? ગુણવંતભાઈએ વસુધાનાં નિર્દોષ ચહેરા સામે હસતાં હસતાં જોઈને કહ્યું “આજે તારાં આં પ્રશ્ન પૂછવાનાં અંદાજે મને પીતાંબર યાદ કરાવી દીધો” એમ કહી ગળગળાં થઇ ગયાં. આંખો ભીંજાઈ ગઈ... એમણે ખોંખારો ખાઈ ગળું સાફ કરીને કહ્યું “દીકરાં ખુબ સમજીને કર્યું છે જે કર્યું છે તે. મેં પીતાંબરના તો શેર તારાં નામે કરવાનાંજ હતાં પણ