એ શું હતું?

(13)
  • 4.5k
  • 1.6k

સુપરફાસ્ટ ટ્રેનનાં બારણાં બંધ થઈ ગયાં અને ટ્રેન સ્ટેશન છોડી ગઈ! બારણાં બંધ થતાં પહેલાં તેની એક આછી ઝલક એને દેખાઈ હતી, તે પણ માત્ર બેત્રણ ક્ષણો માટે! તેનો સરખો સ્કેચ બનાવવો શક્ય નહોતો. ન તો તે કયા નામથી જર્ની કરતો હશે તે ખબર હતી. ટ્રેનમાં એક કમ્પાર્ટમેન્ટથી બીજા કમ્પાર્ટમેન્ટમાં જઈ શકાતું હતું તેથી એ કયા કમ્પાર્ટમેન્ટમાં હશે તે કહેવું પણ મુશ્કેલ હતું. ટ્રેન સુપરફાસ્ટ હોવાને લીધે કારથી જઈને ટ્રેનથી પહેલાં ટ્રેનનાં આના પછીનાં સ્ટેશન પર પહોંચી શકાય તેમ નહોતું. આ વખતે પણ એને પકડી શકાયો નહીં! તેણે અફસોસથી હાથ મસળ્યાં અને નિષ્ફળતાનાં રોષને કારણે ડોકી ધુણાવી. એની ક્રાઈમબ્રાંચની દસ