ઊર્મિઓને ઉંબરે - ભાગ-10

  • 2.6k
  • 984

રચનાના કાકા- કાકી અને બેલાના કાકા- કાકી ત્યાંથી નીકળી જાય છે. મેના કાકી કહે છે કે; તમે લોકો શાંતિથી અહીંયા બેસો, હું તમારા દરેક માટે ચા બનાવી લાવું છું બધા જ લોકો ચા પીને બેઠા . બેલા અને રચના કહ્યું ;કાકી આ બધી ચિંતા ના કરો હવે આ બધામાંથી તો અમે ટેવાઇ ગયા છીએ. હવે આ ગામની સ્ત્રીઓ કેવી રીતે જીવે છે એની વાત કરો. ત્યારે મેના કાકી કહ્યું;" બેટા" અહીંની સ્ત્રીઓની હાલત ખૂબ જ ખરાબ છે ગામલોકો દીકરીઓને ફક્ત શિક્ષણમાં લખી શકે એટલું જ ભણાવે છે અને પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા વિના જ એને ઉઠાવી લેવામાં આવે છે કારણ