સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ 15

(95)
  • 7.2k
  • 5
  • 5k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ 15               સોહમે જયારે અઘોરી બનવા અને તંત્રમંત્ર શીખવા માટે માંગણી કરી ત્યારે અઘોરીજીએ એને કડક શબ્દોમાં સમજાવ્યું આ કોઈ રસ્તે પડેલી વિદ્યા નથી ખુબ અઘરી અને અકળ વિદ્યા છે જેને તેનાં માટે નથી એમ કહી હડધૂત કર્યો સોહમને. ત્યારે સોહમે કહ્યું "બાપજી મારી યોગ્યતા નહીં હોય તો હું એને લાયક થઈશ આમ મને હડધૂત ના કરો તમે તો તમારું કોઈ કામ સોંપવાના હતાં ને ? અઘોરીજીએ સોહમને કહ્યું "તારામાં તો અઘોરી થવાની આટલી બધી તલપ છે...તું શું મારુ કામ કરવાનો ? મારે કોઈ કામ નથી સોંપવું તું અહીંથી સીધોજ બહાર નીકળી જા...એમાંજ તારું ભલું