કરજ

  • 3.4k
  • 1.1k

"કરજ""મહેશ, કેમ છો બેટા? ઘણાં દિવસોથી તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. પણ શું કરું? તે જે મોબાઇલ આપ્યો એમાંથી મને ફોન લગાવતા નથી આવડતો. જ્યારે બાજુવાળો મનસુખ મળે ત્યારે એને કહું કે મને ફોન લગાવી આપ. તું... તું તારી વાત કર. કેમ છે તારી અને વહુની તબિયત?" મહેશ સાથે વાત કરતા થરથરતા હાથે ફોન પકડતા રમલો બોલ્યો."હું બરાબર છું. ઈનફેક્ટ અમે બન્ને બરાબર છીએ. તમે ચિંતા કરશો નહી. ચાલો ફોન મુકું છું, મારે ઓફિસમાં ઘણું કામ છે." ટુંકમાં પતાવીને મહેશે ફોન કટ કર્યો અને પોતાની ઓફિસમાં કામ કરતી જુહી સાથે રોમેન્ટીક ચેટીંગ કરવા લાગ્યો."સાલું ગજબ કહેવાય...નહીં? જે મહેશને મેં