હજી તો માંડ બે મહિના જ વીત્યા હતા જીનાલીના રમખાણને એટલે કે અમારા બ્રેકઅપને ને હું સલોનીના પ્રેમમાં પડ્યો. એ મારા કરતાં એક વર્ષ મોટી હતી. અમે બંને એક જ ટ્યુશન ક્લાસમાં હતા છતાં મેં ને કોઈ દિવસ એ રીતે નહતી જોતી જે રીતે એક પ્રેમી પોતાની ભાવિ પ્રેમિકાને જુએ. સલોનીને મેં ઘણીવાર ટયુશનમાંથી છૂટતા જોઈ હતી. એને મેં જયારે પણ જોઈ હતી ત્યારે પંજાબી ડ્રેસમાં જોઈ હતી. ન કોઈ લાલી લિપસ્ટિક કે ન તો કોઈ પાઉડર મેક અપ. અમારા ટ્યુશનમાં લગભગ ૨૦૦ જેટલી છોકરીઓ આવતી હતી, હવે એમાં જ્યાં આંખો સુંદરતા જોવા ટેવાયેલી હોય ત્યાં સલોની પર નજર ન