પ્રકરણ ૨૫મું / પચ્ચીસમું બાળકો જેમ જેમ મોટાં થતાં ગયા તેમ તેમ જરૂરિયાતો વધતી ગઈ. કલ્પના રાતદિવસ મહેનત કરી સિલાઈ મશીન ચલાવી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગી. હવે આગળ આપડે એટલાં બધાં મોહ પાછળ ભાગીએ છીએ કે મહત્વની ભૂમિકા ભજવવાનું ભૂલી જઈએ છીએ. આપડે ક્યાં ભાગવું જોઈએ અને ક્યાં ઊભું રહેવું જોઈએ એ તો નક્કી કરતા જ નથી, દોડ લગાવી હોય એમ કંઈ સમજ્યા વગર દોડતાં રહીએ છીએ. જિંદગીમાં ફક્ત પૈસા જ નહીં પરંતુ શું મહત્વનું છે એ ભૂલાય જાય છે. વિરાજને હવે સંબંધ કરતાં પણ પૈસો મોટો અને મહાન લાગતો. વિરાજે કલ્પના માટે ઘરેણાં આભૂષણો જે કંઈ પણ બનાવડાવ્યા