(ભાગ-12 માં આપણે જોયું કે રૂપલી શહેરમાં આવી ગઈ હતી, અને હવે મારે એનું નવું નામ પાડવાનું હતું.) જુઓ આગળસવારના પંખીઓનો કલરવનો અવાજ, સૂરજના સોનેરી કિરણો સાથએ મંદ મંદ ફૂંકાતો પવન અને એમાં પણ બગીચામાં ખીલેલા મોગરાના ફૂલોની સુંગંધ તો સવારના વાતાવરણમાં કંઈક ઓર જ રંગ લાવી દેતા હતા.મારા સવારના નિત્યક્રમથી હું પરવારી ગઈ હતી. મેં કોલેજમાં એક અઠવાડીયાની રજા લીધી હતી. રૂપલી આવવાની હતી તેથી તેની સાથે રહેવા માટે મેં રજા લીધી હતી જેથી તેને એકલતા ના લાગે, અને હું વધુ સમય રૂપલી સાથે રહી શકુ, તેની સાથે શોપીંગ માટે જઈ શકુ, શહેરનું વાતાવરણ તેને બતાવી શકું, વધુમાં તેના