ઇકરાર - (ભાગ ૪)

  • 2.7k
  • 1.5k

બાથરૂમમાં મોં ધોઈને રૂમાલથી મોં લૂછતાં લૂછતાં મને અવનીના મારા હૃદય પર ઘા કરતાં શબ્દો યાદ આવ્યા ‘ડાચું જોયું છે કોઈ દિવસ.’ મેં મને બાથરૂમમાં લગાડેલા આયનામાં બે કદમ પાછળ હટીને ધારીને જોયો. ડાબી બાજુએ પાંથી પાડીને સરસ રીતે ઓળેલા ઘટાદાર કાળા ભમ્મર વાળ, કાળી ઘાટી આંખો, થોડુંક લાંબુ નાક, નાકની નીચે ચેહરાને શોભાવતા ગુલાબી અને આછા કાળા રંગના હોંઠ, દાંતમાં ઉપરના ચોખઠામાં બંને બાજુ એક એક વધારાના સહેજ બહાર નીકળેલા પણ ઉપરના હોઠમાં દબાઈ રહેતા દાંત, કાળી મૂછો અને આખા ચેહરાને શોભાવતી સરસ રીતે ટ્રીમ કરેલી કાળી દાઢી શ્યામવર્ણ ચેહરા પર શોભતા હતા. મેં પહેરેલા જીન્સ અને ટીશર્ટ શરીરના