કનેક્શન-રૂહ સે રૂહ તક - 18

(13)
  • 3.3k
  • 1.7k

૧૮.યોજના શિવે ઘર આવતાં જ જીપને બ્રેક મારી. જગજીતસિંહ તરત જ દરવાજો ખોલીને નીચે ઉતર્યા, અને ઘરની અંદર આવી ગયાં. હાલ સાંજનાં સાત વાગી રહ્યાં હતાં. શિવ પણ જીપ પાર્ક કરીને અંદર આવ્યો. બંનેએ અંદર આવીને જોયું, કે અપર્ણા હજું પણ અહીં જ હતી. જગજીતસિંહે અપર્ણાને જોયાં પછી એક નજર શિવ તરફ કરી. જે હજુ પણ દરવાજે જ ઉભો હતો. એણે તો વિચાર્યું પણ નહીં હોય, કે અપર્ણા હજું પણ અહીં જ હશે. શિવનાં મનમાં શું ચાલી રહ્યું હતું? એ જગજીતસિંહ જાણતાં ન હતાં. એટલે એમણે હાલ પૂરતું મૌન રહેવાનું જ ઉચિત સમજ્યું. એ અંદર આવીને સોફા પર ગોઠવાયાં. શિવ