ઇકરાર - (ભાગ ૨)

  • 3.5k
  • 1.9k

આજ સવારથી જે સુંદર સુંદર ઘટનાઓ બની રહી હતી તેની ખુબસુરતી મમરાવતો મમરાવતો હું ઓફિસે પહોંચ્યો. મને લાગતું હતું કે આજ સવારથી જ ચોઘડિયા સારા ચાલતાં લાગે છે નહીંતર ઉપરાઉપરી એક સે બઢકર એક ઘટનાઓ બને નહીં.હું જેવો લીફટમાં પહોંચ્યો કે વધુ એક ઘટના મારી રાહ જોઈ રહી હોય એમ જેવો હું લિફ્ટનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં જ ઉતાવળે અવની પ્રવેશી. એ જેવી પ્રવેશી એવો જ મને લીફ્ટમાં રોમેન્ટિક સંગીત વાગવાનો આભાસ થયો. આવું સંગીત જયારે પણ અવની મારી આસપાસ આવતી ત્યારે સંભળાતું. અવની કેવળ મારી બાજુમાં આવીને ઉભી રહેતી તો પણ મારા આખા શરીરમાં અચાનક ઉર્જાનો સંચાર