‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 5-6

(13)
  • 3.6k
  • 1
  • 1.8k

5 પહેલા નાગરકોટ, પછી ધૂલીખેલ, આખા જૂથે બે દિવસ રાહ જોવાની છે, તિબેટના વિઝા માટે. કૈલાસ – માનસરોવર માટે વિઝા પણ જોઈએ અને પરમિટ પણ. આ બે દિવસ પસાર કરવા કાઠમંડુ ને બદલે આ જગ્યાએ આખું જૂથ આવી ગયું છે. નાગરકોટથી ધૌલાગિરિની શૃંખલાઓ દેખાય છે. દૂર, મનોહારી. ધૂલીખેલમાં હિમાલય પર્વત જાણે અમારી હોટેલના આંગણા સુધી આવી ગયો છે. હોટેલની ઉપરની બાજુએ ખૂબ જ સુંદર બગીચો છે. જાણે ક્યારના પુરાણા વૃક્ષો છે ? સાંજની ત્યાં ફરી રહી છું. એકલી. કાલે સવારે અમારે નીકળવાનું છે. અચાનક અટકી જાઉં છું. કોઈએ બોલાવી શું ? પાછળ ક્યાંય કોઈ પણ નથી. બીજીવાર ચક્કર લગાવતી ત્યાંથી