ભોળપણ

  • 4.1k
  • 1
  • 1.5k

"કહું છું સાંભળો છો," પૂર્વીએ પતિ હિમાંશુ સામે ડાઇનિંગ ટેબલ પર બેસી નાસ્તો આપતા કહ્યું,"આજકાલ આપણી નિત્યા કાંઈક ખોવાયેલી લાગે છે. સ્કૂલેથી આવીને પહેલાની જેમ ધમાચકડી નથી મચાવતી. ગુમસુમ રહે છે, રાત્રે મોડે સુધી એના બેડરૂમની લાઈટ ચાલુ હોય છે.""પૂર્વી ડાર્લિંગ, ચિંતા નહીં કર, એની દસમાની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે એટલે મોડે સુધી વાંચતી હશે," ,હિમાંશુએ ચા નાસ્તાને ન્યાય આપતાં કહ્યું, "તું ટેંશન ના લે, નિત્યા પરીક્ષાની તૈયારી કરતી હશે." કહી હિમાંશુ નાસ્તો પૂરો કરી નહાવા જતો રહ્યો.પૂર્વી અને હિમાંશુની એક ની એક લાડકી દીકરી નિત્યા, દેખાવે સુંદર, મોટી મોટી ભોળી આંખો, કમર સુધી લહેરાતા લાંબા વાળ. નિત્યા