નારી તું નારાયણી - 3

  • 4.2k
  • 1.8k

આજે મારી વાતોમાં એક એવી નારીની વાત કરવાની છે કે જેમના માટે હર્દય પુર્વક માન થાય છે. એમના માટે સાચેજ ગૌરવ અનુભવાય છે. જેમણે સાચેજ નારીને આ યુગની નારાયણી ગણી. અમારા ઘરથી નજીકમાંજ ગંગામાસી રહે છે. ગંગામાસી પોતે બાળવાડી એટલે કે બાળમંદિરમાં નોકરી કરતા હતા. અને તેમના પતિ ખેતીકામ કરતા હતા. એક સામાન્ય જીવન જીવતા હતા. ગંગામાસીને બે દીકરાઓ અને એક દીકરી હતા, સંતાનમાં. મોટો દીકરો બેંકમાં નોકરી કરતો હતો. અને નાનો દીકરો ફોજમાં હતો. અને દીકરીને પણ સારા ઘરમાં પરણાવી દીધી હતી. એમના સમાજની રીતી પ્રમાણે બન્ને દીકરાઓના વહેલા જ લગ્ન કરી દેવામાં આવેલા. નાનો દીકરો જે ફોજમાં હતો.