આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 8

  • 3.2k
  • 1.7k

" એ તું જ હતો ને?? "મારા અવાજમાં ઉચાટ હતો." તું શું કહી રહી છે?? બહુ રાત થઈ ગઈ છે હવે ઊંઘી જા. આરામ કર તારી તબિયત ઠીક નથી." એ પોતાની ઓફિસ ફાઈલ લઈ ઉભા થતા બોલ્યો.કદાચ મારો સવાલ સમજાયો ન્હોતો. અથવા એનો જવાબ આપવા માંગતો નહોતો.મારી સાથે નો એકાંત ટાળવા એ સ્ટડી રૂમ તરફ જવા લાગ્યો. પણ આજે હું મારા પ્રશ્નોને આમ જ મૂકી દેવા તૈયાર નહોતી. મેં એકદમ થી ઉભા થઈ તેનો હાથ પકડી લીધો. એની આંખોમાં જોઈને એને પૂછ્યું," તું એ જ છે ને જેણે એ દિવસે મને સ્કૂલથી ઘરે ડ્રોપ કરી હતી??""તું કયા દિવસની વાત કરે