પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧

(12)
  • 6k
  • 2
  • 3.6k

"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે.કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી."વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને જોબ અલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ