ડીએનએ (ભાગ ૧૬)

(21)
  • 3.5k
  • 1
  • 1.8k

મનોજને ડોકટરે આપેલી જાણકારી તેણે તરત જ ફોન કરીને શ્રેયાને આપી હતી. જાણકારી મળતા જ શ્રેયાએ હવે શું કરવું તેની ગણતરીઓ માંડવાનું શરૂ કરી દીધું હતું. તેણે નક્કી કર્યું કે ચોક્કસ પ્લાન સાથે આગળ વધવું પડશે. સૌથી પહેલું પગલું તેણે લોકોને પોલીસની હાલ સુધીની તપાસ વિષે અવગત કરવાનું ભર્યું. તેણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મીડિયા સામે તેણે પોતાની તપાસ વિશેની માહિતી રજુ કરતાં કહ્યું, “અમે મૈત્રીના હત્યારાની તપાસ પૂરી કરી છે. અમને હત્યારાને પકડવા માટે એક મજબુત પુરાવો મળ્યો છે. ખરાબ વાતાવરણ હોવા છતાં અમને હત્યારાના ડીએનએનો સોલીડ પીસ મળ્યો છે. અમને હત્યારાની લાળ અને વીર્યનું સેમ્પલ મળ્યું છે. હત્યારાએ