શહીદ

  • 2.5k
  • 906

આંબાની ડાળે લટકી રહેલી કેરીને એકીટશે જોઈ રહેલી અંજલી પોતાની માં અલકાના ખોળામાં સૂતાં સૂતાં વિચારોમાં ખોવાયેલી લાગતી હતી. અચાનક કેરી તૂટીને જમીન પર પટકાઈ. અંજલી તરત બોલી ઊઠી, “મમ્મી કેરી પડી.” અલકાએ કહ્યું, “પાકી ગઈ હશે એટલે પડી.” “હેં મમ્મી પાકી જાય એટલે એની જાતે પડી જાય?” અંજલીના મગજમાં આવા અવનવા સવાલો હંમેશા આવતા રહેતા. ઘણીવાર તો એના શિક્ષકો પણ વિચારતા કે હજી તો સાત વર્ષની છે ને આવા સવાલો મગજમાં ક્યાંથી આવતા હશે. અલકાએ કંઈ પણ વિચાર્યા વિના જવાબ આપી દીધો, “હા પાકી જાય એટલે એની મેળે પડી જાય.” અંજલિએ કુતૂહલવશ ફરી પૂછ્યું, “અને ના પાકે તો જાતે