વસુધા - વસુમાં - પ્રકરણ-50

(69)
  • 4.9k
  • 2
  • 2.6k

વસુધા પ્રકરણ-50 વસુધાની કુખે લક્ષ્મી સમી દિકરી અવતરી હતી. પુરષોત્તમભાઇ આનંદથી ઉછળી પડ્યાં. પાર્વતીબેને કહ્યું “વાહ લક્ષ્મીજી આવ્યાં છે.” પછી પુરષોત્તમભાઇ સામે જોયું તો આનંદનો ઉભરો શાંત થઇ ગયો. પાર્વતીબેન ધ્રુસ્કેને ધુસ્કે રડી પડ્યાં બોલ્યાં “દીકરી જન્મયાની ખુશી વ્યક્ત કરું કે જમાઇ વિદાયનાં આંસુ વહાવું બોલો શું કરું હું ?” આમ કહી ખૂબ રડ્યાં.. “આ ઇશ્વરનેય વિચાર ના આવ્યો કે આવનાર દિકરીને કોણ ઉછેરશે ?” પાર્વતીબેન ખૂબ રડી રહેલાં. એમણે પુરષોત્તમભાઇને કહ્યું “આ દીકરી સારું છે એનાં બાપનાં ગયાં પછી અવતરી.. એનો બાપ ગયો ગુમાવ્યો એનું જરૂર દુઃખ છે પણ.. લોક કહેત કે આવી એવી બાપને ભરખી ગઇ.. સમાજનાં મોઢે