નિત્યા અને જશોદાબેન બેસીને વાતો કરી રહ્યા હતા. "દેવ ક્યાં ગયો?"જશોદાબેને નિત્યાને પૂછ્યું. "અરે એ તો જમવા બેસ્યા હતા.હું તો ભૂલી જ ગઈ.મમ્મી,તમે આરામ કરો હું જાઉં છું.એમને કઈક જરૂર હશે તો" "એને કઈ જોઈશે તો એ મારિયા પાસે માંગી લેશે" "તો પણ હું જાઉં" "સારું,ધ્યાન રાખજે,જલ્દી જલ્દીમાં ક્યાંક વગાડી ના બેસતી" "હા મમ્મી"કહીને નિત્યાએ ડાઇનિંગ ટેબલ તરફ ડોટ મૂકી . "આ છોકરીને પોતાના સિવાય બધાની ચિંતા છે.હે કાન્હાજી!, મારી આ દિકરીને તમે બધી જ ખુશીઓ આપજો જેની એ હકદાર છે.એ પોતાના માટે તમારી પાસે ક્યારેય કઈ જ નહીં માગે એટલે એની તરફથી હું એના માટે એની ખુશીઓ માંગુ છું"જશોદાબેન