એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨

  • 3.3k
  • 1.6k

એક ૪૨ વર્ષનો ટોલ-હેન્ડસમ માણસ હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો.એને હાથમાં ફોસીલની ઘડિયાળ પહેરેલી હતી.બ્રાન્ડેડ ગોગલ્સ પહેર્યા હતા.શૂટ-બુટ અને જીન્સમાં એ માણસ ડેસિંગ લાગી રહ્યો હતો.આજુબાજુમાં મીડિયા અને જવાન છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ એમને મળવા માટે,એમની સાથે હાથ મિલાવવા,એમની સાથે ફોટો ક્લિક કરવા માટે એ માણસની આજુ-બાજુ મંડરાઈ રહ્યા હતા.એની આજુબાજુ એકઠી થયેલી ભીડ જ કહી આપતી હતી કે એ ખૂબ મોટો માણસ હશે.છતાં પણ એના મોઢા પર સ્મિત હતું.કોઈજ પ્રકારનો ઘમંડ કે રુઆબ ન હતો.બધાની સાથે હાથ મિલાવતા અને ફોટો ક્લિક કરતા હતા. (તમે શું વિચારી રહ્યા છો કે એ કોઈ ફિલ્મ એક્ટર હશે કે કોઈ મોટો સેલિબ્રિટી