ડીએનએ (ભાગ ૧૫)

(20)
  • 3.5k
  • 2
  • 1.8k

ત્રણ દિવસ પછી નિરામયભાઈના ઘરે મૈત્રીનું બેસણું રાખવામાં આવ્યું. બેસણામાં પણ હજારો લોકોની ભીડ હતી. એક પછી એક લોકો આવતા જતા ને મૈત્રીના ફોટા આગળ ફૂલો મૂકી નિરામયભાઈને આશ્વાસન આપી નીકળી જતા. મૈત્રી ફોટામાં હસી રહી હતી. શહેરની મોટી મોટી હસ્તીઓ મૈત્રીના બેસણામાં તેના પરિવારના દુઃખમાં સહભાગી થવા સામેલ થઈ હતી. રાજ્યના ગૃહમંત્રી જયદીપસિંહ જાડેજા નિરામયભાઈના ઘરે આવ્યા હતા. તેમણે નિરામયભાઈને હત્યારાને કોઈ પણ ભોગે શોધી કાઢવાનું વચન આપ્યું. નિરામયભાઈના ઘરની બહાર મીડિયા સમક્ષ ગૃહમંત્રીએ જનતાને જણાવતા કહ્યું કે, “મૈત્રી જોશી એ આપણા રાજ્યનું ગૌરવ હતી, છે ને રહેશે. મૈત્રી ફક્ત નિરામયભાઈની દીકરી નથી, પણ આપણા તમામની દીકરી છે. એના