જજ્બાત નો જુગાર - 29

  • 2.4k
  • 854

પ્રકરણ ૨૯ ગુલાબને ખબર હતી કે કલ્પનાને છાપું વાંચવું ખૂબ જ ગમે છે એટલે વાંચન માટે આપેલું. એનો ઈરાદો કલ્પનાના મનને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો. છાપામાં વિરાજના આવાં સમાચાર વાંચી તેની હાલત આવી થઈ જશે એવો તો અંદાજ પણ ન હતો. આવા સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા. આમેય ગટરની દુર્ગંધ બહું જ જલ્દી ફેલાઈ જાય છે. છાપાંની હેડલાઇનમાં સુરતના કતારગામ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં પંદર જણાં જુગાર રમતા ઝડપાયા છે. એમાં સાત નંબર પર લખેલું હતું વિરાજ ડોબરીયા. બધાંનાં નામ અને એડ્રેસ પણ લખેલા હતાં. આવું વાંચતા તો કોઈ પણ પત્ની હોય બેહોશ થઈ જાય. ગુલાબે કલ્પનાના ભાઈને બોલાવી શરૂઆત થી