તલાશ - 2 ભાગ 28

(54)
  • 4.1k
  • 2
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  સ્નેહાએ પોતાના શરીરના ભારે કળતરને અવગણીને ઓલી અજનબી સ્ત્રી પર છલાંગ લગાવી. એણે વિચાર્યું કે હમણાં હું આને પાડી દઈશ. એણે કરાટે જુડોની ટ્રેનિંગ લીધી હતી. પણ હજી એ સ્ત્રી સુધી પહોંચે એ પહેલા ઓલી અજનબી સ્ત્રી સ્ફૂર્તિથી ફરી, અને એક સાઈડમાં ખસી ગઈ, સ્નેહા જોરથી લાકડાના બારણા સાથે ભટકાઇ. અને ત્યાં જ નીચે પડી ગઈ. એના શરીરને વધારાનો દુખાવો બારણામાં ભટકાઈ એનાથી મળ્યો હતો. અચાનક બહારથી બારણું ખુલ્યું અને 40-45 વચ્ચેની ઉંમરની 2 સ્ત્રીએ પ્રવેશ કર્યો. એમણે ચણીયા ઉપર જિમી જેવું શર્ટ જેવું દેખાતું