ડીએનએ (ભાગ ૧૪)

(18)
  • 3.3k
  • 1
  • 1.9k

નિરામયભાઈના ઘર આગળ આવીને ઉભી રહેલી સફેદ ગાડી ઉપર શબવાહિની લખ્યું હતું. ગાડીમાંથી ડાબી બાજુએથી એક સફેદ કપડાં પહેરેલો કમ્પાઉન્ડર અને જમણી બાજુથી ડ્રાઈવર ઉતર્યા. નિરામયભાઈ અને મુકુંદભાઈ બંને ગાડીનો અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. તેમને હોસ્પિટલથી આવી રહેલી શબવાહિનીની ખબર પહેલેથી જ આપી દેવાઈ હતી. નિરામયભાઈએ પરિસ્થિતિનો સામનો કરી શકવાની હિંમત એકઠી કરી લીધી હોય તેવું તેમના ચેહરા પરથી જણાતું હતું. બંને ગાડી પાસે આવી ગયા. ગાડીમાંથી ઉતારેલા બંને જણા કમ્પાઉન્ડર અને ડ્રાઈવર ગાડીની પાછળની તરફ ગયા અને ડ્રાઈવરે પાછળનું બારણું ખોલ્યું. તેમાંથી સ્ટ્રેચર કાઢવા માટે ડ્રાઈવરે સ્ટ્રેચરના બંને હાથા પકડીને ખેચ્યું. સ્ટ્રેચર સામેના છેડા સુધી બહાર આવ્યું