ડીએનએ (ભાગ ૧૩)

(17)
  • 3.4k
  • 2
  • 1.8k

લીલાં ઘાસ પર રુચિ દોડી રહી હતી. તેની પાછળ તેને પકડવા શ્રેયા દોડી રહી હતી. શ્રેયસ દૂર બેઠા બેઠા બંનેની દોડપકડ જોઈ હસી રહ્યો હતો. શ્રેયસ હમણાં જ થાક ખાવા બેઠો હતો. તે પણ હમણાં સુધી તો રુચિ અને શ્રેયા સાથે રમી રહ્યો હતો. ત્રણેય જણા અઠવાડિયામાં એકાદવાર તો લો ગાર્ડન આવી જતા અને એકમેકની સાથે સમય પસાર કરતાં.શ્રેયસની બાજુમાં પડેલી બેગમાં ફોન રણક્યો. શ્રેયસે ફોન જોયો. સ્ક્રીન પર ઇન્સ્પેકટર મનોજ લખેલું હતું. તેણે શ્રેયાને બુમ પાડી અને ફોન બતાવી ઈશારો કર્યો કે તારા મોબાઈલ કોલ આવ્યો છે. શ્રેયાએ દુરથી ઈશારો કર્યો કે કોનો છે. શ્રેયસે અવાજ મોટો રાખી બુમ