મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -4)

  • 2.6k
  • 1.1k

આપણે આગળ ના ભાગમાં જોયું એમ એક બાજુ માં મોતને મળવા આતુર છે ને બીજી બાજુ દિકરી માં ને મળવા આતુર . ડૉકટર આશુનુ ઓપરેશન શરૂ કરી દીધું છે. માથાના ભાગે લોહી વધારે નીકળી ગયું હોવાથી એની હાલત ખુબ જ ગંભીર છે. ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે. ગાડી ની હાલત જોતા લાગે છે કે જાણે ચાલકને ભગવાન પાસે પહોંચવાની બહુ ઉતાવળ આવી ગઈ હતી , બરાબર ને ગઢવી ? ઇન્સ્પેક્ટર સાહેબ બોલે છે. તપાસ કરતા એમને એક પાકીટ મળે છે. જેમાંથી એક નાનકડી ડાયરી મળી આવે છે. આશુના ઘરનો નંબર એમાં હતો એટલે પોલીસ ત્યાં ફોન કરે છે. હેલ્લો