વારસદાર પ્રકરણ 25લગ્ન માટે અખાત્રીજનો દિવસ ફાઇનલ થઈ ગયો અને ઝાલા સાહેબે શ્યામકુંજ બેન્કેટ હોલ પણ બુક કરાવી દીધો. લગ્નને માંડ ૧૫ દિવસ બાકી હતા. મંથનને પોતાને તો કોઈ ખાસ તૈયારી કરવાની ન હતી પરંતુ અદિતિ માટે નવા દાગીના બનાવવાના હતા. પોતે હવે ઝાલા સાહેબના પ્રતાપે ૨૫ કરોડનો માલિક બની ગયો હતો એટલે પોતાની પત્ની અને એ પણ ઝાલા સાહેબની જ દીકરી માટે ૨૦ ૨૫ તોલાના દાગીના તો બનાવવા જ પડે ! લોકરમાં આટલા બધા જૂના દાગીના પડ્યા હતા તો હવે નવું સોનુ લેવાનો કોઈ મતલબ ન હતો. " અંકલ અદિતિ માટે મારે નવા દાગીના બનાવવા પડશે. હું વિચારું છું