વારસદાર - 24

(98)
  • 7.3k
  • 6
  • 5.8k

વારસદાર પ્રકરણ 24અદિતિ મંથનના ફ્લેટ ઉપર પછી વધુ રોકાઈ નહીં. આજે મંથનને મળ્યા પછી એની ઉર્મિઓ બેકાબૂ બની હતી. અને હવે મંથને જ્યારે લગ્નની હા પાડી જ દીધી છે તો પછી પ્રેમ પાંગરવા માટે હજુ ઘણો સમય બંનેને મળવાનો જ છે. અદિતિની વિદાય પછી મંથન પણ ક્યાંય સુધી એ રોમાંચક પળોને વાગોળતો રહ્યો. અદિતિની આંખોમાં અજબ પ્રકારની કશીશ અને ખેંચાણ હતું. પરફેક્ટ લાઇફ પાર્ટનર એને મળી હતી.જો કે ફાઇનલ નિર્ણય લેતા પહેલાં એણે મનોમન શીતલ અને અદિતિની સરખામણી કરી હતી. શીતલ પણ ખૂબસૂરત હતી. એને ગમી પણ હતી. પરંતુ જે રીતે અદિતિ સર્વગુણ સંપન્ન હતી એ રીતે શીતલમાં હજુ કેટલીક