મહાલક્ષ્મીમાંના મંદિરના એક એક પગથીયા ચડતા માં ઉપરની શ્રધ્ધા વધતી ગઇ...સંધ્યા આરતીનોસમય થઇ ગયેલો...એક કમળનુ ફુલ ખરીદીને સેંકડોની ભીડમા ચંદ્રકાંત પાછળ ગોઠવાઇગયા.."જય આદ્યાશક્તિ માં.."આરતી શરુ થઇ.દિપકની જ્યોત દુરથી દેખાતી હતી માંની આભાઅલપઝલપ એ જ્યોતના પ્રકાશમા જોઇ ચંદ્રકાંત આંખ બંધ કરીને વિનવતા હતા "હે માં મને દુખ મારાભાગ્યમાં હોય કે મારા કર્મે બંધાયેલુ હોય તે બધુ હું તો જ સહન કરી શકીશ જો તારી કૃપા થાય માં મનેસહન કરવાની શક્તિ આપજે..."આરતી પુરી થઇ અને લોકોની ભીડમા ગર્ભગૃહમા માંની સામે ચંદ્રકાંત પહોંચ્યા ત્યારે પુજારીજીને કમળઆપી નતમસ્તક એક ક્ષણ ઉભા રહ્યા..પુજારીએ સાકરીયા કોપરુ અને મીઠાઇ પડામાં આપતા માથાઉપર હાથ મુક્યો ત્યારે એક પ્રવાહ