સવારના નિયમ મુજબ બાપુજી છ વાગે ઉઠીને મરફીનો ટ્રાંન્ઝીસ્ટર લઇ બગીચામા હિંચકા ઉપર ફુલવોલ્યુમમાં રાજકોટ રેડીયો મુકીને બગીચામાં દાતરડી ખરપી લઇને કામ કરવા બેસી જાય..દુલાભાયાકાગનુ એકાદ ભજન "એજી તરે આંગણે કોઇ આવે તો..."અથવા પ્રાણલાલ વ્યાસનુ પાનબાઇનુ ભજનકે દિવાળીબેન ભીલ કે હેમુ ગઢવીને સાંભળતાં જ ઉંઘ ઉડી જાય..."ભાઇ તમારે સાંભળવું હોય તો આ બાબલાને તમારી પાંસે ધીમેથી રાખીને સાંભળોને...જેઠાકાકા(અમારા પાડોશી)તો આમેય બહેરા છે પણ શેઠસાહેબના ઘરનાનો તો વિચાર કરો..." ચંદ્રકાંતે ભાઈને વિરોધ કરતા કહ્યું…"લે લે ચંદ્રકાંત તું ઉઠીને આવી ગયો...?લે ભાઇ તારે જોઇએ એટલુ ધીમો અવાજ કર બસ...?હવે મનેજરા તગારુ લાવી દે અનેબગીચાનો નળ ચાલુ કરી પાણીનો ફુવારો જરા માર ...જો