એ વજનદાર કવર હાથમા રાખી ચંદ્રકાંત બાને પગે લાગ્યા...બેન કાતર લઇને ઉભી હતી.."ભાઇઉદઘાટન કરો..!"ચંદ્રકાંતે ધારને બારીકાઇથી કાપીને કવર ખોલ્યુ...બેને અને બા એ તાલીઓ વગાડી..ચંદ્રકાંતે કવરમાહાથ નાખ્યો...એક જાડુ પુઠા જેવુ ચમકતુ સર્ટી ફિકેટ બહાર કાઢ્યુ..દરેક સબજક્ટના માર્ક લખેલા હતા...નજર હટાવીને નીચે કરી જ્યાં કોલમ હતી પાસ નાપાસ અને ગ્રેડ....ચંદ્રકાંતનુ દિલ થડકારો ચુકીગયુ...જીંદગીમા સફળતા અને સુખ હંમેશા ચંદ્રકાંતની વેંત છેટુજ રહ્યું હતું એટલે સુખની કે સફળતાનીક્યાંથી અપેક્ષા હોય ? આખી જીંદગી “જે મળ્યું તે ઘટક પી ગયા “ એ ચંદ્રકાંત એ જ પહેલાં જોયું કેપાસ કે નાપાસ ? બાપુજીની લોહીપાણી એક કરીને મોકલેલા પૈસા બપુજીની અપેક્ષાઓ બાની જીદબધુ આંખોની સામે ફરી રહ્યું