તને ક્યાં કઈ ખબર છે - 3

  • 2.6k
  • 1.3k

પ્રકરણ 3 : રાશિ  સોમવારે હું એકલો હતો. રવિવારે આખો દિવસ આરામ કર્યો હતો એટ્લે શરીર થોડું સુસ્ત પડી ગયું હતું. એક હાથે બાઇક ચાલે તેમ ન હતી. હું ઘરમાં એકલો અને એક હાથ ભાંગેલો. હાથ ના સપોર્ટ માટે ગળામાં પટ્ટો રાખવાનું ડોક્ટર એ કહ્યું હતું. પટ્ટો બાંધીને હું ઘરે થી બહાર ચાલવા નીકળ્યો. આજે એ શેરીઓમાંથી જતો હતો જ્યાંથી ક્યારેય ચાલ્યો ન હતો. છેલ્લા એક વરસ થી વડોદરા માં રહેતો પણ આ રીતે ચાલવા આજે પહેલીવાર જ નીકળ્યો હતો. હું ચાલતો રહ્યો. થોડે દૂર શેરીઓ વચ્ચે એક શિવ નું મંદિર  હતું. દૂરથીજ ખબર એટ્લે પડી કેમકે  મંદિર નો આકાર