લવ – એક કાવતરું - 4 - છેલ્લો ભાગ

(60)
  • 4.1k
  • 3
  • 2k

પ્રકરણ-૪ આજની સવાર રમેશભાઇના પરિવાર માટે અલગ હતી. સવારથી જ ઘરમાં મેહુલને પોલીસના હાથે પકડાવાની યોજનાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે બેલાને હિંમત આપીને સમજાવવામાં આવ્યું હતું કે તેણે મેહુલને રોજની જેમ સામાન્ય સ્થિતિમાં જ મળવાનું છે. એ કોઇ હરકત કરે એ પહેલાં જ તેને પકડીને પોલીસને સોંપી દેવાનો છે. રમેશભાઇ વિચારતા હતા કે અત્યાર સુધી એ બીજી છોકરીઓની વાતો વાંચીને- સાંભળીને ચિંતા કરતા હતા ત્યારે ઘરમાં જ આવો કિસ્સો હશે એની કલ્પના ન હતી. બેલા ભોળી છે. પ્રેમના નામે તેની સાથે કાવતરું થઇ રહ્યું છે. એને ચેતવી દીધી ના હોત તો કદાચ વાત ઘણી આગળ વધી ગઇ