પ્રકરણ-૩ બેલા ઘરે આવી ત્યારે ગભરાયેલી અને ગમગીન હતી. બહારના તાપ કરતાં મનની ગભરામણને કારણે તેના ચહેરા પર પ્રસ્વેદના બુંદ વધારે હતા. તે પોતાની સ્થિતિ છુપાવવા આવીને તરત જ નહાવા ચાલી ગઇ. સાદા પાણીથી નહાયા પછી તેને શરીરમાં તાજગીનો અહેસાસ થયો પણ મન તો તપ્ત જ હતું. એક પછી એક બાબતો મેહુલને મુસ્લિમ સાબિત કરી રહી હતી. ત્યારે દેશ સાથે ઘરમાં ચાલતી લવ-જેહાદની ચર્ચાએ તેના ડરમાં વધારો કર્યો હતો. તેની મેહુલ માટેની શંકા વધતી જતી હતી અને એ પાયા વગરની ન હોવાની સાબિતીઓ મળી રહી હતી. મેહુલની કહેણી અને કરણીમાં તેને ચોખ્ખો ફરક દેખાઇ રહ્યો હતો. એ બહુ સરળતાથી પોતાને