લવ – એક કાવતરું - 2

(37)
  • 3.2k
  • 1
  • 2k

પ્રકરણ-૨ વિમળાબેન બેલાની નજીક આવ્યા અને એના કપાળ પર પ્રસ્વેદના બુંદ જોઇ બોલ્યા:'તને તો બહુ ગરમી લાગે છે. બીજો પંખો ચાલુ કર. આ ગરમીએ તો આ વખતે તોબા પોકારાવી દીધી છે. એમાં દેશ કોઇને કોઇ સમસ્યાથી સળગતો રહે છે. આ લવ-જેહાદ પણ ક્યાં સુધી ચાલશે?' બેલાને માની વાત સાંભળ્યા પછી રહી રહીને મેહુલના જ વિચાર આવતા હતા. એ મેહુલ ખરેખર હિન્દુ જ હોય એવી પ્રાર્થના કરવા લાગી હતી. તેણે લવ-જેહાદ વિશે અખબારોમાં વાંચ્યું હતું અને ટીવી પર સમાચાર ચેનલો પર ચાલતી ડિબેટમાં ઘણું સાંભળ્યું હતું. મેહુલ આમ તો હિન્દુ છોકરો જ લાગતો હતો. તેની વાતો અને સ્વભાવ મુસ્લિમ સાબિત કરતા