'રણકારનો રંજ.’ સાવ નવરાશની પળોમાં, સંધ્યા ટાણેસાતમાં ફ્લોર પર આવેલાં ફ્લેટની બાલ્કનીમાં ઝૂલા પર બેસી, ચાઈની ચુસ્કીનો આસ્વાદ માણતાંઅથવા તો ભરચ્ચક ભાગદોડ ભરી દિનચર્યા દરમિયાનબે સેકન્ડ માટે થંભી, ખુદને આઈનામાં ટાંકતાયા તો માર્કેટમાં ભીડની વચ્ચે..બે ક્ષણ માટે પણ સ્વયંને એ રૂપમાં જોઈએ, અનુભવીએ.. જે રૂપમાં હંમેશા જોવા ઇચ્છતા હોઈએ આ નરી કલ્પના પણ હોય શકે અથવા કોઈ ઢબૂરેલી અદમ્ય કામના જો સદ્દભાગ્ય સાથ આપે તો યથાર્થનહીં તો અંતે કોઈ મનગમતું સપનુંમારાં બાળપણથી તો નહીં કહું કેમ કેબાળપણ તો અતિ અસ્તવ્યસ્ત હતું, મારાં વિચારોની માફક ધીંગા મસ્તી ભર્યુંસમજણની ક્ષમતા વિકસિત થઇ અથવા તો એમ કહું કે મનોસ્થિતિનો તાગ લાગવવા સક્ષમ થઇ