જીવનસંગિની - 1

(21)
  • 5.4k
  • 3
  • 3.1k

પ્રકરણ-૧ (નામકરણ) "ખૂબ ખૂબ અભિનંદન! તમારે ત્યાં બીજી પુત્રીનો જન્મ થયો છે." ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને કહ્યું. "ઓહ! થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ! ચાલો, અમારે ત્યાં તો બીજી લક્ષ્મી આવી છે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? શું હું એને જોઈ શકું છું? હું એને મળી શકું છું? અને માનસીની તબિયત કેવી છે? એ પણ સ્વસ્થ છે ને?" મનોહર ભાઈ ખુશીના આવેશમાં એકસાથે આટલું બધું બોલી ગયા. "હા, મા અને દીકરી બંને બિલકુલ સ્વસ્થ છે. તમે બિલકુલ ચિંતા ન કરો. અને તમે એમને મળી શકો છો." એટલું બોલી ડૉક્ટરે નાનકડી કલગી સામે જોયું અને કહ્યું, "કલગી બેટા!