બે જણની મજુરી

  • 3.7k
  • 1.3k

એ ઠેર ઠેર ફાટેલી સાડી અને બ્લાઉઝમાં શરીર ઢાંકવાનો પ્રયત્ન કરતી રેસ્ટોરાંટની બહાર બેઠી હતી. તેનો જમણો હાથ ઠૂંઠો હતો, એવી જ રીતે જમણાં પગે કે ખોડંગાતી હતી. તો એ જ બાજુનું મોંઢું સહેજ વાંકું બની ગયેલું હતું. ક્યારે નાહી હશે તેની તેને પોતાને ખબર નહીં હોય. તેનાં શરીરમાંથી અને કપડાંમાંથી એક પ્રકારની વિચિત્ર વાસ આવતી હતી. તેની આવી હાલતમાં તે કોઈ કામ કરી શકે તેમ જ ક્યાં હતી? ભીખ માંગી ખાવાં સિવાય કોઈ રસ્તો નહોતો. ઘરબાર, પતિ, છોકરાં બધું હતું. કામ કરવાંયે તે જતી. એક નાની સરખી કાચી ઝૂંપડી પણ હતી. સાસુસસરા, પતિ, દિયર ઘરમાં બધાંયની મારઝૂડ ને કકળાટ