પોળનું પાણી - 5 - છેલ્લો ભાગ

  • 2.7k
  • 1.3k

5. એ લોકો આવી પહોંચ્યા. સ્કૂટર પાર્ક કર્યું. એક માણસના હાથમાં કારનું પંચર કરવા ચડાવીએ તેવો જેકનો સળીઓ હતો. બીજા પાસે સાઈકલની ચેઇન. અમને મારવા માટે જ હશે. એમણે આજુબાજુ જોયું પણ ક્યાંય દૂર ગયા નહીં. એ કાકા કાકીનાં મકાનની બાજુનાં ઘરમાં પહેલા અને બીજા માળ વચ્ચે બહાર એક છજું હતું. છજાં ઉપર કૃષ્ણની મૂર્તિ હતી અને નજીકમાં એક ખાડો અને કોડિયાં જેવો આકાર કદાચ દીવો કરવા હતો. તેઓ એ છજાં પાસે અટક્યા, ત્યાં પેલા કોડિયાં જેવા આકારમાં હાથ નાખી લટકાયા અને બીજા કોઈને ખબર ન પડે એમ ત્યાં છુપાવી રાખેલું એક પાટિયું ખેંચી લીધું. એક માણસે એ પાટિયું નજીકની