અંતરપટ-7 અણગમતું અણછાજતું બનશે, તું બનવા દે, આઘાતના પણ પ્રત્યાઘાત પડશે, તું પડવા દે, હોય દોષ તારો તો અન્ય સાથે મિથ્યા લડીશનાં, ખુદને ખુદ સાથે લડવું પડશે, તું લડવા દે, હશે પોતીકા એ તો સમય સાથેજ રહેશે છેક સુધી, રસ ઉડી જશે તો એય ઉડી જશે,તું ઉડવા દે. ભાવનાએ ભીની આંખે એના લગ્નજીવનની કરુણ કથની કહી સંભળાવી. થોડી વાર ફરીથી ખામોશી છવાઈ ગઈ. અંતમાં ભાવનાના પિતાજીએ ભાવિનને વિનંતી ભર્યા ભાવે કહ્યું, જો બેટા ભાવિન, "મારી દિકરીની વેરાન રણ જેવી જીંદગીને તારી દુઃખ ભરી જીંદગી સાથે એકતાર કરીને પ્રેમની સુખમયી પગદંડીએ પગલાં પાડવાની હિંમત નહી કરે બેટા!" ભાવિન પણ