અંતરપટ-6 મારુ અંતરપટતો જાણે છે તને, પણ હકીકતે તું કેવી હોઇશ, વિચારો કર્યા કરુ છું જેના, અને રૂબરૂ હું ક્યારે જોઇશ, મન તો કહે મારું કે મારા, મનસપટલના પ્રતિબિંબ જેવી હોઇશ, જોતાં ખબર પડશે એ તો કે મન, અને અંતરમાંથી પહેલાં હું કોને ખોઇશ. મારા રીઝ્યુમે મને અહીની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો બે લાખનો મહિનાનો પગારદાર બનાવી દીધો. આજે કંપની મને માસિક સાડા પાંચ લાખનો પગાર આપી રહી છે એ ભાવનાને પણ ખબર છે પરંતુ મારા જીવનમાં શાંતિ નથી. મારી જીંદગી વેરાન બની ગઈ છે અંકલ. હું ધારુ તો અત્યારે બે ત્રણ કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું પરંતુ