અંતરપટ-2 ઓ કૃષ્ણા મારો તને એક જ સવાલ છે, તું ક્યાં છે ? મારા અંતરપટમાં છે તો આ અંતરપટ ઉદાસ કાં છે ? હરઘડી રાહ જોવું તારી, દૃયાકુર નયને તારો આવવાનો અણસાર કયાં છે કૃષ્ણા નિત્ય ક્રમ મુજબ નાહી ધોઈને ફ્રેશ થઇ પરવારીને ભાવિન પલંગમાં આડો પડ્યો. એનું એકમાત્ર જીવનસાથી કહો તો એ ઘોંઘાટીયું ગીત-સંગીત જ હતું એ ચાલું કરવા એ ઉભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય તેવું લાગ્યુ. અચાનક એના મોંઢામાંથી "ૐ નમઃ ભગવતે વાસુદેવાય"ની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો ભાવિનને. એ ફરીથી પલંગમાં બેસી ગયો.પલાંઠી વાળીને "ૐ નમ:ભગવતે વાસુદેવાય" મંત્રને બોલતો