પોળનું પાણી - 1

  • 3.5k
  • 1.6k

1. સંક્રાંતિની સવારના સાડાદસ વાગેલા. આજે તો પવન પણ ખૂબ અનુકૂળ હતો. સવારની ઠંડી થોડી ઓછી થઈ હતી એટલે મારી અગાશીની આસપાસ જ્યાં જુઓ ત્યાં ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ અને નીચે રંગબેરંગી વસ્ત્રોમાં શોભતાં માણસો દેખાતાં હતાં. પોળની સંક્રાંતની તો વાત જ અલગ. આ વખતે લાઉડસ્પીકર વગાડવાની મનાઈ હતી પણ એમ ફિક્કી ઉતરાણ કોને ગમે! ચારે તરફથી બ્યુગલો અને થાળીઓ વાગતી હતી. 'લપ્પેટ..,' 'કાપ્યો છે..', 'હુરર.. હુટ્ટ ..' જેવા અવાજો આવી રહ્યા હતા. વાતાવરણ તહેવારને અનુરૂપ બરાબર જામ્યું હતું. હું મારો એક ખૂબ દૂર ગયેલો પતંગ પકડીને એનું હવે તડકામાં માંડ દેખાતું ટપકું જોઈ રહ્યો હતો. હમણાં સુધી પહેલાં